ભારતના વિદેશમંત્રી એસ જયશંકર હાલ બ્રિટન અને આયર્લેન્ડના પ્રવાસે છે. તેવામાં બ્રિટનની મુલાકાત દરમિયાન ખાલિસ્તાની સમર્થકોએ તેમની કાર રોકી હુમલાનો પ્રયાસ કર્યો હતો.વિદેશ મંત્રી જયશંકર ચૅથમ હાઉસ પહોંચે તે પહેલાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે દેશ વિરોધી નારેબાજી કરવાની શરૂઆત કરી દીધી હતી.
https://x.com/THE_SQUADR0N/status/1897420836539146668
આ દરમિયાન જ્યારે જયશંકર જ્યારે ચેથમ હાઉસથી નીકળી રહ્યા હતા ત્યારે જ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.એક અહેવાલ અનુસાર એક વ્યક્તિ જયશંકરની ગાડી સામે આવીને તિરંગાને ફાડવા લાગ્યો હતો. વ્યક્તિની આ હરકત જોયા બાદ સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો અને ગાડીથી દૂર લઈ ગયા. જ્યારે એકબાજુ અમુક ખાલિસ્તાની સમર્થકો પોતાના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને નારેબાજી કરવા લાગ્યા હતા. ભારતના તિરંગાનું અપમાન થતા કરોડો ભારતીયોનું લોહી ઉકળ્યુ છે અને ખાલિસ્તાનીઓ સામે ભારત દ્વારા કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે.