પાકિસ્તાનના ક્વેટામાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેકના કલાકો બાદ પાક સેનાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ટ્રેન હાઈજેક રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયુ હોવાનો દાવો કર્યો છે. સાથે જ પાક સેનાએ કહ્યું છે કે ટ્રેનમાં બંધક બનાવવામાં આવેલા મુસાફરોને છોડાવવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં 21 યાત્રીઓના મોત થયા છે અને 4 પાકિસ્તાની જવાનોના મોત થયા છે.
પાકિસ્તાની સેનાનો દાવો છે કે બધા આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. ડીજી આઈએસપીઆરએ જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ કાર્યવાહી કરી અને 33 આતંકવાદીઓને ઠાર માર્યા અને તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. દરમિયાન, BLAનો દાવો છે કે આ ઘટનામાં 100થી વધુ પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા અને હજુ પણ 150ને બંધકો બનાવ્યા છે.