અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ હાલમાં જ સામે આવ્યા છે અને તેમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ભવ્ય જીત હાંસલ કરી છે. ટ્રમ્પે કમલા હેરિસ સામે જીત મેળવી લીધી છે.ત્યારે હવે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાન્યુઆરી મહિનામાં શપથ ગ્રહણ કરવાના છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમમાં મુળ ગુજરાતીનો સમાવેશ થઈ શકે છે.ગુજરાતી મુળના કાશ પટેલને મોટી જવાબદારી મળી શકે છે. કાશ પટેલને અમેરિકાની જાસૂસી સંસ્થા CIAના વડા બની શકે છે. ટ્રમ્પના નજીકના વર્તુળમાં કાશ પટેલનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઈએ કે, કાશ પટેલ સુરક્ષા અને જાસૂસી વિભાગોમાં કામ કરતા રહ્યા છે. તેમણે પેસ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી છે. 9 વર્ષ સુધી વકીલની પ્રેક્ટીસ કર્યા બાદ અમેરિકાના ન્યાય વિભાગમાં તેઓ જોડાયા હતા. 2017માં ઈન્ટેલિજન્સ અંગેની હાઉસ પર્લામેન્ડ સિલેક્ટ કમિટીના સભ્ય બન્યા હતા. તેમજ હાલ કાશ પટેલ રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા છે.