ડરબનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી પરાજય આપ્યો છે. આ સાથે જ ટી-20માં ભારતે 11મી જીત હાંસલ કરી છે. ડરબનમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 202 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતમાં સંજુ સેમસનની સદી, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીની ઘાતક બોલિંગે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારત તરફથી સંજુ સેમસને શાનદાર બેટીંગ કરતા 107 રન બનાવ્યા હતા. જ્યારે બિશ્નોઈ અને ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે અશર્દીપ અને આવેશ ખાનને 1-1 વિકેટ મળી હતી. આ વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અગાઉ T-20 ફોર્મેટમાં જૂન મહિનામાં રમાયેલ ICC T20 વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ મેચ પોતાના નામે કરી લીધી હતી.
Leave a comment