ભારતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર પ્રોવાઈડર શેલ્બી હોસ્પિટલ દ્વારા એક અલાયદો સ્પોર્ટ્સ મેડિસિન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગ, રમત-ગમત સંબંધિત ઇજાઓની સારવાર અને એથ્લેટિક પર્ફોર્મન્સને ઉચ્ચતમ સ્તર સુધી લઇ જવા માટે ખાસ કામ કરે છે.
અત્યાધુનિક સુવિધાઓ સાથે રમતવીરો અને તમામ ઉંમરના દર્દીઓને અત્યંત કુશળ ઓર્થોપેડિક સર્જનો, સ્પોર્ટ્સ મેડિસિન ના નિષ્ણાતો, ફિઝિયોથેરાપિસ્ટ્સ, સ્પાઇન સર્જન્સ, મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને અન્ય જુદા જુદા પ્રોફેશનલ્સની ટીમ અહીં વિશ્વ-સ્તરની હેલ્થ કેર સર્વિસ પૂરી પાડી રહી છે.