આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં નવી વ્યવસ્થા હેઠળ ભક્તોને માત્ર 2 કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે.હાલમાં, તિરુપતિ મંદિરની મુલાકાત લેવા માટે 20 થી 30 કલાકનો સમય લાગે છે, કારણ કે દરરોજ 1 લાખ જેટલા ભક્તો પહોંચે છે. સપ્ટેમ્બરમાં તિરુપતિના લાડુ પ્રસાદમમાં ભેળસેળયુક્ત ઘીનો મામલો સામે આવ્યો ત્યારે ઘણો વિવાદ થયો હતો. આ પછી ટીટીડીએ પ્રસાદની વ્યવસ્થા બદલી નાખી. જે બાદ બોર્ડની પ્રથમ બેઠક મળી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ વિશેષ પ્રવે્શ દર્શન માટેનો ક્વોટા પણ નાબૂદ કરવામાં આવશે. વીઆઈપી દર્શનને લઈને વિવાદ યથાવત્ છે, બોર્ડ ઇચ્છતું નથી કે આના પર વધુ પ્રશ્નો ઉભા થાય. દર મહિનાના પહેલા મંગળવારે તિરુપતિના સ્થાનિક નાગરિકો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય હવે નેતાઓ મંદિર પરિસરમાં રાજકીય નિવેદનો આપી શકશે નહીં. આમ કરવાથી બોર્ડ તેમને કાનૂની નોટિસ ઈશ્યુ કરશે.