હાલમાં જ પુષ્પા-2 ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જે યુટ્યુબ પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યું છે. આ ફિલ્મની દર્શકો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની ફીને લઈ હાલ ભારે ચર્ચા ચાલી રહી છે. આ એક્ટરે તો ફીના મામલે ત્રણેય ખાન એટલે કે સલમાન, આમિર અને શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધા છે.
ટ્રેક ટોલીવૂડના એક રિપોર્ટ અનુસાર, અલ્લૂ અર્જુને પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ માટે 300 કરોડ રૂપિયા ફી પેટે લીધા છે. આ ફી સાથે અલ્લૂ અર્જુન ભારતનો સૌથી વધુ ફી મેળવનાર એક્ટર બની ગયો છે.અલ્લૂ અર્જુને આ મામલે તેલુગુ સ્ટાર રજનીકાંત અને થાલાપતી વિજયને પણ પાછળ છોડી દીધા છે. ફિલ્મ જેલર માટે રજનીકાંતે 250 કરોડ રૂપિયા અને વિજયે ફિલ્મ લિયો માટે પણ 250 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો. મહત્વનું છે કે પુષ્પા-2 ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.