સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તારીખ 23-11-2024ને દાદાને દિવ્ય વાઘા પહેરાવાયા છે, સિંહાસને ગલગોટાના ફુલોનો શણગાર કરાયો છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ કરી હતી. એવમ્ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજનકરવામાં આવ્યું હતું.
https://www.instagram.com/salangpurhanumanji_official/p/DCstUtyPR0W/?hl=en&img_index=7
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. દાદાના સિંહાસને 250 કિલો ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તો દાદાને આજે 250 કિલો કચ્છના જામફળનો અન્નકુટ ધરાવાયો છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..