મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 234 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 48 બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 132 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 16 બેઠકો જ મળી છે. 288 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં તમામની નજર મોટા નેતાઓની હાર-જીત પર હતી. ચૂંટણી દરમિયાન અનેક મોટા ચહેરાઓએ ચૂંટણી મેદાનમાં જંપ લાવ્યું હતું, જેમાંથી કેટલાક નેતાઓ દબદબો બનાવવામાં સફળ રહ્યા છે, તો કેટલાકની હાર થઈ છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર શાનદાર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના પ્રફુલ ગુદાધેને હરાવ્યા છે. જ્યારે શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના મુખ્મયંત્રી એકનાથ શિંદેએ કોપરી-પચપખડી બેઠક પર જીત નોંધાવી છે. તેમણે શિવસેના યુબીટીના કેદાર દિધેને હરાવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બારામતી બેઠક પર જીત નોંધાવી છે. તેમણે શરદ પવારની પાર્ટી એનસીપીના ઉમેદવાર યુગેન્દ્ર પવારને હાર આપી છે. ભાજપના પૂર્વ નેતા શાયના એનસી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જોકે તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નેતા અમીન પટેલે તેમને હરાવ્યા છે. મહારાષ્ટ્રમાં ચર્ચામાં રહેલા NCP નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકની જીત થઈ છે. તેમની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરેલા NCPSPના ફવદ અહમદે બેઠક ગુમાવવી પડી છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધના સાથી પક્ષો ભાજપે 132, શિવસેનાએ 57, NCPએ 41, JSSએ 2, RYSP અને RSVAએ એક-એક બેકક જીતી છે, આમ મહાયુતિએ કુલ 234 બેઠકો જીતવાની સાથે ફરી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.