બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા પછી હિન્દુઓ સતત અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો વિરોધ કરવા બદલ ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે અને રસ્તાઓ ઉપર ઉતરી આવી દેખાવો શરૂ કરી દીધા છે.
https://x.com/Rokey79481894/status/1861062058701410433
ઈસ્કોન મંદિરે કહ્યું છે કે, ઢાકા પોલીસની જાસૂસી શાખાના અધિકારીઓએ ઢાકા વિમાની મથકેથી ચિન્મય પ્રભુની ધરપકડ કરી છે. ચિન્મય પ્રભુ શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવતા હતા. ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજી હતી. માનવામાં આવે છે કે તેના કારણે ચિન્મય કૃષ્ણ પ્રભુ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેલીમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ચિત્તાગોંગમાં ત્રણ મંદિરો જોખમમાં છે. ચિન્મય પ્રભુની ધરપકડ બાદ હિન્દુઓએ ઉગ્ર દેખાવો શરૂ કરી રસ્તા પર ઉતરી આવ્યા છે.