ભારતીય ટીમના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 2018માં ભારતીય ટીમ માટે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલને આઈપીએલ 2025ની હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યું નહતું. સિદ્ધાર્થની ગણતરી એક સમયે ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી ઝડપી બોલરોમાં કરવામાં આવતી હતી, જેમાં વર્ષ 2008માં જ્યારે ભારતીય અંડર-19 ટીમે વિરાટ કોહલીની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે સિદ્ધાર્થ કૌલ પણ તે મેચનો એક ભાગ હતો.
IPL 2025ની હરાજીમાં કોઈએ ન ખરીદ્યો
સિદ્ધાર્થ કૌલ આઈપીએલમાં પણ પોતાની પ્રતિભા દર્શાવવામાં સફળ રહ્યો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, જ્યારે તે આ ટી20 લીગનો ભાગ નથી રહ્યો, ત્યારે ભારતીય ટીમમાં તેની વાપસી પણ જોવા મળી નથી. મહત્વનું છે કે, સિદ્ધાર્થે ભારત માટે ત્રણ વનડે અને ટી20 જેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ફાસ્ટ બોલરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2019માં રમી હતી. ત્યારથી સિદ્ધાર્થ ભારતીય ટીમની બહાર હતો. IPL 2025ની મેગા ઓક્શનમાં પણ કોઈ ટીમે સિદ્ધાર્થના નામ પર રસ દાખવ્યો ન હતો.