ઓલા ઈલેક્ટ્રીકના સર્વિસ સેન્ટરની સામે કંપનીનું સ્કૂટર તોડવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગ્રાહકે આ ઓલા સ્કૂટર એક મહિના પહેલા જ ખરીદ્યું હતું, જેના માટે સર્વિસ સેન્ટરે તેને 90,000 રૂપિયાનું બિલ આપ્યું હતું. આનાથી ગુસ્સે થઈને ગ્રાહકે કંપનીના સર્વિસ સેન્ટરની સામે હથોડા વડે ઈ-સ્કૂટરને તોડી નાખ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગ્રાહકના એક મિત્રએ આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે, જે વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયો જોવા નીચે આપેલી લીંક પર ક્લીક કરો
https://x.com/realgautam13/status/1860195936225624375
વાઇરલ વીડિયો પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓ ઓલાને તેની નબળી સેવા માટે દોષી ઠેરવી રહ્યા છે. જોકે Vibes of Positivity આ વીડિયોના લોકેશન અને સત્યતાની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાની કોમેન્ટ પણ આપી રહ્યા છે.