રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી તેમજ અગ્રણી જિનોમિક્સ અને બાયોઈન્ફોર્મેટિક્સ કંપની, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેકવિધ કેન્સરના વહેલીતકે નિદાન માટે નવતર બ્લડ-બેઝ ટેસ્ટને લોંચ કર્યો છે. આ ટેસ્ટમાં વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય લેટેસ્ટ મિથેઈલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેન્સર ટ્યુમર ડીએનએ ફ્રેગમેન્ટ્સને ઓળખી કાઢવામાં આવે છે.
ટેસ્ટમાં લોહીના નમૂનામાં ટયુમર ડીએનએ અવશેષોની ઓળખ માટે આધુનિક મિથાઈલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોએક્ટીવ અને નિયમિત સ્ક્રિનિંગ માટે રચાયેલ, કેન્સરસ્પોટની જીનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ પ્રક્રિયા કેન્સર માટે વિશિષ્ટ ડીએનએ મિથાઈલેશન સંકેતોને શોધી કાઢે છે, જે વિવિધ વંશના લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે, નવું ખુલ્લુ મુકાયેલુ રિસર્ચ કેન્દ્ર કેન્સરસ્પોટ પહેલ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે જે સંશોધનને સમર્થન આપીને જીવન બચાવતું નિદાન કરશે. તેનાથી સ્ટ્રેન્ડ જીનોમિક્સ શરૂ કરવામાં અને ભારતીય તેમજ વૈશ્વિક વસતી માટે કેન્સર નિદાનની જરૂરીયાત પૂરી પાડશે.