ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને અવકાશમાં ફસાયાને 6 મહિના થઈ ગયા છે. બૂચ વિલ્મોર પણ તેની સાથે અવકાશમાં ફસાયેલા છે. તેવામાં અહેવાલ સામે આવી રહ્યા છે કે નાસાએ સુનીતા અને વિલ્મોરની વાપસી માટે તેનું અભિયાન શરૂ કરી દીધું છે. NASA એ અવકાશયાનને પરત ફરવાની ઉડાન માટે ખૂબ જોખમી જણાવ્યું છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત કરવા માટે સ્પેસએક્સ ક્રૂ-9 મિશન 28 સપ્ટેમ્બર, 2024ના રોજ લોન્ચ કર્યું હતું. તેમાં બે અવકાશયાત્રીઓને મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ પરત ફરતી વખતે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવી શકે. તેથી તેઓએ પૃથ્વી પર પાછા ફરવા માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.
બીજીબાજુ નાસાના સુત્રોના જણાવ્યા મુજબ, સુનિતા વિલિયમ્સ હવે ૨૦૨૫ના નવા વર્ષમાં એક કરતાં વધુ વખત સ્પેસવોક્સ કરશે.સુનિતા વિલિયમ્સ ખાસ પ્રકારનો સ્પેસસ્યુટ પહેરીને સ્પેસવોક્સ કરશે. સુનિતાએ સતત બે દિવસ સુધી તેના સ્પેસસ્યુટનું નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે, ભારતીય મૂળની અમેરિકન સુનિતા વિલિયમ્સે અત્યારસુધીમાં ત્રણ ત્રણ વખત સ્પેસ મિશનમાં સક્રિય હિસ્સો લીધો છે.અગાઉથી નિશ્ચિત થયેલા કાર્યક્રમ મુજબ સુનિતા વિલિયમ્સ આઇ.એસ.એસ.ની ટીમનો હિસ્સો છે. આ ટીમ આઇ.એસ.એસ.માંનાં વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણનું સર્વિસિંગ કરવા સહિત અન્ય મહત્વની કામગીરી કરે છે.