ભારતીય રેલવેએ વિકાસના માર્ગ પર વધુ એક સિમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે. હવે રેલવેએ દેશનો પહેલો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ટ્રેકનો વીડિયો શેર કરીને આ વિશે જાણકારી આપી છે.
મુંબઈ-પુણે વચ્ચે હાઈપરલૂપ ટ્રેન શરૂ થશે. આ ટ્રેન 600 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુસાફરીનો સમય ઘટીને 25 મિનિટ થઈ જશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. 410 કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. ટિકિટની કિંમત હવાઈ મુસાફરી જેટલી જ રહેશે.
https://x.com/AshwiniVaishnaw/status/1864716128188026957
શું છે હાઇપરલૂપ ટ્રેન?
હાઈપરલૂપ ટ્રેન એક હાઈ સ્પીડ ટ્રેન છે, જે એલિવેટેડ વેક્યૂમ ટ્યુબમાં દોડે છે. તેમાં ટ્રેન મેગ્નેટિક ટેક્નોલોજીથી સજ્જ પોડ પર ચાલે છે. હવાનું ઘર્ષણ ન લાગતાં આવા પોડની ઝડપ 1100 થી 1200 કિમી પ્રતિ કલાક સુધી જાય છે. તેમાં વીજળીનો ખર્ચ પણ ઘણો ઓછો આવે છે અને પ્રદૂષણ થતું નથી. એક પોડમાં 24 થી 28 મુસાફરો બેસી શકે છે.