ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકન ડોલર મુદ્દે અને બ્રિક્સ ચલણ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતુ. તાજેતરમાં અમેરિકાના ભાવી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ચીમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો બ્રિક્સ દેશો અમેરિકન ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે તો તેમના પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. ત્યારે ભારતના વિદેશ મંત્રીએ એસ જયશંકરે આ અંગે નિવેદન આપી ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે દોહા ફોરમમાં આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત ક્યારેય અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઓછી કરવાના પક્ષમાં રહ્યો નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ‘હાલ બ્રિક્સ કરન્સીને લઇને સંગઠનમાં સામેલ દેશો વચ્ચે કોઇ સમજૂતી થઇ નથી. આ મામલે હજુ સુધી કોઇપણ દેશનું વલણ સ્પષ્ટ થયું નથી.