ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડી વધી છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો 0.2 ડિગ્રીથી ગગડી 4.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે ગુજરાતમાં કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 7.2 ડિગ્રી પહોંચ્યો હતો. તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા, અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 13.9 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.