અમદાવાદ ખાતે 2024નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન યોજવામાં આવ્યું, ભંવર રાઠોડ ડીઝાઈન સ્ટુડિયો ડિઝાઇન પ્રદર્શન 2024માં “કલાકૃતિઓનું પ્રદર્શન, 3D મોડલ્સ અને કેનવાસ પેઈન્ટિંગ્સ”નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં 11 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા પછી, ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન, BRDS ડિઝાઇન પ્રદર્શન 2024, અમદાવાદનો ગ્રાન્ડ ફિનાલે શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર, એસપી રિંગ રોડ, અમદાવાદ ખાતે યોજાયું. દર વર્ષે, આ પ્રદર્શનનું આયોજન ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ભારતના 12 શહેરોમાં કરવામાં આવે છે.
અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, નાસિક, પુણે, લખનૌ, જયપુર, હૈદરાબાદ, કોલકાતા, નાગપુર અને ભોપાલ ખાતે ડિઝાઇન પ્રદર્શન યોજવામાં આવ્યા છે. સર્જનાત્મક પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ સાથે વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે અને આર્ટવર્ક, 3d મોડલ, વસ્ત્રો અને કેનવાસ પેઇન્ટિંગ્સના રૂપમાં 10 હજાર લોકોની હાજરીની સામે પ્લેટફોર્મ આપવામાં આવ્યુ હતું.