હાલ દેશભરમાં ડિજિટલ અરેસ્ટનો શિકાર કેટલાય લોકો થઈ રહ્યા છે. ડિજિટલ અરેસ્ટના કેસોને રોકવા માટે અને તેનો ભોગ કોઈ ના બને તે માટે સાયબર વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા પણ લોકોને સાવધાન રહેવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક સાયબર ફ્રોડ કરનારના સકંજામાં લોકો આવી જતા હોય છે. તેવામાં અમદાવાદના એક ડોક્ટરના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી તેને 10 દિવસ કરતાં પણ વધારે સમય સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂ.3.99 કરોડ પડાવી લેનારી કમ્બોડિયા-ચાઈનાની ગેંગના એક સાગરીતની પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે.
અમદાવાદ નિવાસીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. ચાર કરોડ ઠગવાના આરોપમાં પોલીસે MBA વિદ્યાર્થીની ધરપકડ કરી છે. 26 વર્ષીય આરોપી ચેતન કોકરે કંમ્બોડિયાની આંતરાષ્ટ્રીય ગેન્ગ માટે કામ કરતો હતો અને દેશ પરત ફરતાં તેની ધરપકડ કરવામાં આવી છે. CIDના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સૌપ્રથમ વાર છે કે ગુજરાત CID (ક્રાઇમ)એ ડિજિટલ એરેસ્ટ કૌભાંડથી જોડાયેલા શખ્સની ધરપકડ કરી છે. આ આરોપી હાલ મુંબઈમાં રહેતો હતો.ત્યાર બાદ તેની ગુજરાત CIDએ બાતમીના આધારે ધરપકડ કરી છે. આ આરોપી ચીની-કમ્બોડિયા નાગરિકો તરફથી સંચાલિત એક ગેન્ગમાં સામેલ થયો હતો અને તે નકલી અધિકારી બનીને ગેન્ગ સાથે જેતે વ્યક્તિને જોડતો હતો, જેથી ડિજિટલ એરેસ્ટ કરીને અજાણી વ્યક્તિઓ પાસેથી પૈસા વસૂલી શકાય.