સાઉથ એક્ટર થલપથી વિજય અને અભિનેત્રી ત્રિશા ક્રિષ્નન આ દિવસોમાં ચર્ચામાં છે. ઘણા સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ત્રિશા ક્રિષ્નને થલપથી વિજય સાથે મિરર સેલ્ફી પોસ્ટ કરી અને ત્યારથી બંનેની ડેટિંગની અફવાઓ તેજ થઈ ગઈ હતી. ત્યારે ફરી એકવાર આ બંને કલાકારો ચર્ચામાં છે.
https://x.com/TrollywoodX/status/1867249542149926983
બંને કલાકારોએ હાલમાં જ સાઉથની હિરોઈન કિર્તી સુરેશનાં ગોવામાં યોજાયેલાં લગ્નમાં સાથે હાજરી આપી હતી. તે પરથી આ અફવા શરુ થઈ છે. બંને ચાર્ટ્ડ પ્લેનમાં સાથે ગોવા ગયાં હતાં. તેઓ પ્લેનમાં જતાં પહેલાં સાથે સિક્યોરિટી ચેકિંગ કરાવી રહ્યાં હોવાની તસવીરો વાયરલ થઈ છે.