યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે રશિયાના સમર્થનમાં ઉત્તર કોરિયાએ પણ યુક્રેન પર હલ્લાબોલ કરી દીધું છે. રશિયાના સમર્થનમાં ઉતરેલ ઉત્તર કોરિયાના સૈનિકોએ માત્ર બે કલાકમાં જ યુક્રેનના યુદ્ધથી પ્રભાવિત વિસ્તાર કુર્સ્ક ક્ષેત્રના એક ગામ પર કબજો મેળવી લીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. માત્ર બે કલાકમાં ઉત્તર કોરિયાના સૈનિકોએ કહેર મચાવી યુક્રેનના આ ગામ પર કબજો મેળવી લીધો હતો. આ દરમિયાન ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનના 300 જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, રશિયન સૈન્યના સૂત્રોએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના સૈનિકોએ કુર્સ્કના પ્લિખોવો ગામ પર જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમણે માત્ર 2 કલાકની અંદર 300 યુક્રેની સૈનિકોને મારીને વિસ્તાર પર કબજો કરી લીધો.