ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ચોથી અને પાંચમી ટેસ્ટ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. એડિલેડમાં 39 રનની ઈનિંગ્સ રમનાર ઓપનર નાથન મેકસ્વીનીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ 19 વર્ષના સેમ કોન્સ્ટાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેમ કોન્સ્ટાસ ચોથી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરે તેવી પૂરી સંભાવના છે. ડેબ્યૂ કરીને કોન્સ્ટાસ છેલ્લા 70 વર્ષમાં ઓસ્ટ્રેલિયાનો સૌથી યુવા ટેસ્ટ બેટ્સમેન બની જશે.ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે મેચ માટે ટીમની જાહેરાત કરી હતી. પર્થમાં પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર 25 વર્ષીય મેકસ્વીની શ્રેણીમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. તેણે 6 ઇનિંગ્સમાં 10, 0, 39, 10 , 9 અને 4 રન બનાવ્યા છે.