આણંદ સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)એ કો ઑપરેટિવ યુનિવર્સિટી બનાવવાનો ફેંસલો કર્યો છે. આ યુનિવર્સિટી બનાવવા સંસદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી એક બિલ રજૂ કરવામાં આવશે. સરકારે સહકારિતા દ્વારા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના વિકાસનો રોડમેપ બનાવ્યો છે. આ સ્થિતિમાં સહકારિતાના અભ્યાસ માટે અલગથી એક યુનિવર્સિટી બનતાં આ ક્ષેત્રના વિકાસમાં નવી ગતિ આવશે.દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટીનું નામ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી હશે. આ નામ ભારતમાં સહકારી આંદોલનના જનક ગણાતા સ્વતંત્રતા સેનાની ત્રિભુવનદાસ પટેલને સમર્પિત છે. હાલ ઈરમામાં પીજી કોર્સ કરાવવામાં આવે છે. જેમાં એમબીએની ડિગ્રી મળે છે. ઈરમા ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ માટે સમર્પિત એક બિઝનેસ સ્કૂલ છે. જેની સ્થાપના 1979માં ડૉ.વર્ગીસ કુરિયને કરી હતી.