ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. પીવી સિંધુના લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તેણીએ વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા છે. તે એક બિઝનેસમેન છે. સિંધુ અને વેંકટે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજરી આપી હતી.
https://x.com/gssjodhpur/status/1871047784058523882
તેમણે સોશિયલ મીડિયા પર સમારોહની તસવીર પણ શેર કરી છે. આ સમરોહમાં મર્યાદિત લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન બાદ હવે 24 ડીસેમ્બરે એટલે કે મંગળવારે હૈદરાબાદ ખાતે રિસેપ્શન યોજાશે. જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ પહોંચી શકે છે. સિંધુએ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપ્યું હતું. તે પોતે વેંકટ સાથે સચિનના ઘરે આમંત્રણ આપવા ગઈ હતી. સિંધુ અને વેંકટે ઉદયપુરની હોટેલ રાફેલ્સમાં લગ્ન કર્યા હતા.