ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. હાલ બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર છે. આ સિવાય તેના રેટિંગ પોઈન્ટ પણ 900ને પાર કરી ગયા છે. જસપ્રીત બુમરાહના રેટિંગ પોઈન્ટ પણ વધીને 904 થઈ ગયા છે. આ એક ઐતિહાસિક રેકોર્ડ છે. આ સાથે જ બુમરાહ આટલા રેટિંગ પોઈન્ટ મેળવનાર પહેલો ભારતીય ઝડપી બોલર બની ગયો છે. તે હવે આવું કારનામું કરનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી લીધી છે.
મહત્ત્વનું છે કે ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ તે હજુ પણ ICC રેન્કિંગમાં પાંચમા સ્થાને છે. તેના 789 રેટિંગ પોઈન્ટ છે. આ પછી યાદીમાં ત્રીજા સ્થાને સ્પીનર રવિન્દ્ર જાડેજા છે. જો કે તેને 4 સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 10માં નંબર પર આવી ગયો છે.