ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પેપર તપાસવામાં ભૂલ બદલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને એક માર્કસની ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની એક ખાનગી સ્કૂલના શિક્ષકે 444 માર્કસની ભૂલ કરતાં સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે શિક્ષકોમાં એક શિક્ષકને 4200 અને એક શિક્ષકને 37,500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
જો કે આ ત્રણેય શિક્ષકો ખાનગી સ્કૂલોના હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાલ 2022થી લઈને ચાલુ વર્ષ 2024ની માર્ચ બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં ભૂલો કરવા બદલ શિક્ષકો પાસેથી દંડ વસૂલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે