મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 12મા ધોરણમાં ભણતી કામ્યા કાર્તિકેયને ઇતિહાસ રચ્યો છે. તેણે સૌથી નાની ઉંમરે સાત ખંડોના સાત સૌથી ઊંચા શિખરો સર કરીને ઇતિહાસ રચી દીધો છે.
મળતી માહિતી મુજબ, મુંબઈની ઇન્ડિયન નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થિની કામ્યા કાર્તિકેયન તમામ સાત ખંડોમાં સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બની ગઇ છે અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
https://www.instagram.com/p/DEJpZlZJH5Q/?igsh=MW55MGEzajh6cGttNg==
17 વર્ષીય કામ્યા કાર્તિકેયને જે સર્વોચ્ચ શિખરો સર કર્યા છે તેમાં આફ્રિકાના માઉન્ટ કિલીમંજારો, યુરોપના માઉન્ટ એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયાના માઉન્ટ કોસિઝ્કો, દક્ષિણ અમેરિકાના માઉન્ટ એકોન્કાગુઆ, ઉત્તર અમેરિકાના માઉન્ટ ડેનાલી, અને એશિયાના માઉન્ટ એવરેસ્ટનો સમાવેશ થાય છે. 17 વર્ષીય કામ્યા કાર્તિકેયને 24 ડિસેમ્બરે એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સન શિખર પર પહોંચીને તેની અસાધારણ સિદ્ધિ મેળવી હતી. તેમના પિતા કમાન્ડર એસ. કાર્તિકેયનની સાથે તેણે ચિલીના સ્થાનિક સમય અનુસાર સાંજે 5:20 વાગ્યે આ સિદ્ધિ મેળવી હતી.
https://www.instagram.com/p/DEJXbvZJvOK/?igsh=cTM5MDhld2x2MTNr
ભારતીય નૌકાદળે કામ્યા કાર્તિકેયન અને તેના પિતાને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.તમને જણાવી દઈએ કે, કામ્યાને એડવેન્ચરનો શોખ બાળપણથી જ શરુ થઈ ગયો હતો, જ્યારે તેણે સાત વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કર્યું હતું. ત્યારથી તેમની દૃઢતા અને સમર્પણે તેને અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડી. તેમને 2021માં વડાપ્રધાન રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મન કી બાત સંબોધનમાં તેમની પ્રશંસા કરી હતી.