ભારતમાં અનેક પ્રકારનાં દાળનું સેવન કરવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને મગની દાળ અનેક રીતે ફાયદાકારક છે. મગની દાળનું સેવન તમે કરો છો તો હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે. મગની દાળમાં પ્રોટીન, ફાઇબર, ફ્લેવોનોઇડ્સ, એમીનો એસિડ તેમજ બીજા અનેક પ્રકારનાં તત્વો મળે છે. દાળ ખાવામાં જેટલી ટેસ્ટી હોય છે, તેટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. મસૂર, ચણા વગેરે દાળના અલગ અલગ ગુણો અને ફાયદાઓ છે.
મગનું પ્રોટીન અને ફાઈબર પાચન માટે સારું છે. તે કોલેસ્ટ્રોલને જાળવવામાં પણ મદદ કરે છે. મગની દાળમાં કોમ્પ્લેક્સ વિટામિન્સ પણ હોય છે.આયુર્વેદમાં તેના અગણિત સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખી તેને દાળની રાણી (તમામ દાળમાં સર્વશ્રેષ્ઠ) અને સુપરફૂડ કહેવામાં આવે છે.મગની દાળમાં બી કોમ્પ્લેક્સ વિટામિન હોય છે. તેની સાથે તેમાં કોપર, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ઝિંક હોય છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. વધુ માહિતી માટે ડોક્ટર અને નિષ્ણાંતની સલાહ લેવી.