ઓસ્ટ્રેલિયાની સિડની ટેસ્ટના એક દિવસ પહેલાં જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ના અંતિમ અને પાંચમા ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન ટીમમાં મિશેલ માર્શને સામેલ કર્યો નથી. માર્શના સ્થાને 31 વર્ષીય ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને તક આપવામાં આવી છે. ત્યારે પાંચમી ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને પણ ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચે ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવન વિશે મોટી માહિતી આપી છે.
મુખ્ય કોચના જણાવ્યા અનુસાર, ફાસ્ટ બોલર આકાશ દીપ સિડની ટેસ્ટમાં રમી શકશે નહીં. સુત્રોના જણાવ્યા મુજબ, આકાશ દીપને પીઠના દુખાવાના કારણે ટીમમાંથી બહાર થયો છે. બ્રિસ્બેન અને મેલબોર્ન ટેસ્ટમાં રમી ચુકેલ આકાશ દીપે કુલ પાંચ વિકેટ ઝડપી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ અને પાંચમી ટેસ્ટમાં આકાશના સ્થાને હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.