આગામી મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન તેમણે દિલ્હીમાં જનસભા સંબોધતા કહ્યું કે, વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફની અમારી યાત્રા આ વર્ષે વેગવંતી બનવા જઈ રહી છે. આજે ભારત અને વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતા છે. 2025માં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનશે. પ્રચાર સભામાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું પણ મારા માટે શીશ મહલ બનાવી શક્યો હોત, પણ મારા માટે મારું સપનું છે કે દરેક દેશવાસીઓને ઘર મળે. આજે નહીં તો કાલે દેશવાસીઓને તેમના ઘર મળશે. દેશ સારી રીતે જાણે છએ કે મોદીએ ક્યારેય પોતાના માટે ઘર નથી બનાવ્યું, પણ છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડથી વધુ લોકોના સપના પૂરા કર્યા છે.