અંકલેશ્વર જીઆઈડીસીની નિશા પટેલે માત્ર છ મહિના વેઇટ લિફ્ટિંગની તાલીમ લઈને 6 મહિનામાં 6 ગોલ્ડ મેડલ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યા છે. આ સિદ્ધિ તેની ગુજરાતમાં પ્રથમ હશે. 39 વર્ષીય નિશા પટેલને 12 વર્ષ પહેલા બાળકના જન્મ પછી 72 કિલો વજન થઈ જતા ડિલિવરી પછી અંકલેશ્વરમાં જીમ જવાનું શરૂ કર્યું હતું .તેણે છેલ્લા નવ વર્ષથી એક જીમમાં ટ્રેઈનર તરીકે કામ કર્યું 53 કિલો વજન કર્યું. ત્યારબાદ ભરૂચ ખાતે આર એસ ફિટનેસ સ્ટુડિયો જીમમાં જતા ત્યાંના કોચ હર્ષિલ પટેલે તેને વેઈટ લીફ્ટિંગ કરવા સલાહ આપતા શોખ ખાતર 1 વર્ષ પહેલાં શરૂ કરેલ. જેમાં તેણે 23 જૂન 2024 માં સુરત ખાતે યોજાનાર ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં જેમાં સ્કોટ, બેન્ચ પ્રેસ અને ડેડલીફ્ટમાં ભાગ લીધો હતો 56 કેજીની આ શ્રેણીમાં ખૂબ ખંતથી ત્રણેયમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.