મદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યાજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનું છે. જેની ટિકિટનું વેચાણ ગણતરીની મિનિટોમાં જ થઈ ગયું હતું. પરંતુ હવે બુક માય શો દ્વારા જાણ કરવામાં આવી છે કે કોલ્ડપ્લેમાં આવો તો સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી.
મળતી માહિતી મુજબ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. જ્યારે બુક માય શોએ જણાવ્યું હતું કે, કોલ્ડપ્લે કોન્સર્ટ નિહાળવા આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર વાહનોમાં પરિવહન કરીને આવવાનું રહેશે. જો કે, IPL સહિતની મેચમાં પાર્કિંગની વ્યવસ્થા હોય છે, પરંતુ આ કોન્સર્ટમાં પાર્કિંગ મળશે નહી. કોન્સર્ટને લઈને પોલીસે જણાવ્યું હતું કે, કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે પોલીસ બંદોબસ્ત મામલે આયોજકો સાથે મિટિંગ કરાય હતી. જ્યારે પાર્કિંગને લઈને કોઈ ચર્ચા કરાય ન હતી. જો કે, આગામી દિવસોમાં મિટિંગ થાય ત્યારે પાર્કિંગ અંગે નિર્ણય કરાશે.