અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને તકલીફ ન પડે તે માટે વેસ્ટર્ન રેલવે દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની ટિકિટ માટે ATVM મશીન મુકવામાં આવ્યા છે.
રેલવે મુસાફરોને હવેથી ટિકિટની લાઈનમાંથી મુક્તિ મળશે. તેમજ ટ્રેનની ટિકિટ માટે રેલવે સ્ટેશન પર ATVM મશીન મૂકાયા છે. ATVM મશીનથી લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ લઈ શકશે. તેમજ યાત્રા ટિકિટ પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન પાસ માટે સરળતા રહેશે. અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર ATVM મશીન મુકાયા છે. અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણામાં 1 અને ગાંધીધામમાં 1 રેલવે સ્ટેશનો પર એટીવીએમ મશીન મુકાયા છે. તેમજ મશીન મારફતે લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકે છે. તેમજ મશીનમાંથી યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ મળી રહેશે. આ સુવિધાથી મુસાફર સરળતાથી અને ઝડપથી પોતાની ટિકિટ મેળવી શકે છે. આ મશીનથી યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.