અમદાવાદના શહેરીજનોમાં અત્યંત લોકપ્રિય બની ચૂકેલાં ફ્લાવર શોની મુદત ૨૨મીએ પૂરી થાય છે, પરંતુ લોકલાગણીને માન આપીને ફ્લાવર શો વધુ બે દિવસ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ બે દિવસ દરમિયાન ફ્લાવર શોમાં પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી તેમજ જાહેરાત-મુવી વગેરે માટે શુટિંગ વગેરે કરવાની મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, 22 જાન્યુઆરીએ ફ્લાવર શો પુર્ણ થવાનો હતો. પરંતુ લોકોની ડિમાન્ડ પગલે હવે 23 અને 24 જાન્યુઆરી સુધી ફલાયર શોને લંબાવવાનો નિર્ણય કરાયો છે. આ બે દિવસ દરમ્યાન પ્રી વેડીંગ શુટીગ કરી શકાશે જેના માટે 25 હજાર રૂપિયાની ફી દર નક્કી કરાયો છે. આ સિવાય કોઇ ફિલ્મનુ શુટીંગ કરવુ હોય તો તે પણ 23 અને 24 તારીખે કરી શકાશે. આ માટે એક લાખ રૂપિયા ફી દર નક્કી કરવામાં આવ્યો છે. બંને માટે શનિવાર થી બુકીંગ શરૂ કરાવામાં આવશે. પ્રિ-વેડિંગ શૂટ માટે સવારે 7થી 8 વાગ્યા સુધીનો સ્લોટ ફાળવવામાં આવશે, જેનો 25 હજાર રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. આ ઉપરાંત સાંજે 6થી 12 દરમિયાન ફિલ્મ, વેબ સિરીઝ કે એડ શૂટિંગ માટેનો સમય ફાળવવામાં આવશે, જેનો ચાર્જ 1 લાખ રૂપિયા નક્કી કરાયો છે.
મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તારીખ 03-01-2025 ના રોજ થી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર જનતા માટે ખુલ્યો મુકવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે ફ્લાવર શો 2025 માં મુખ્ય આકર્ષણ માં વિવિધ કાર્ટૂન કેરેક્ટર, ફ્લાવર બુકે, ઓલમ્પિક 2036 નો લોગો, મોર, ફ્લેમિંગો, ઊંટ, કેનિયન વોલ, ફ્લાવર સીટી તેમજ ફ્લાવર વેલી, ફ્લાવર આર્ક, બ્રિહદેશ્વર ટેમ્પલ વગેરે નો સમાવેશ થાય છે.