આવતીકાલથી ખો-ખો વર્લ્ડ કપ 2025ની શરૂઆત થઈ રહી છે. દિલ્હીમાં યોજાનાર ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં 24 દેશોના 800 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે હશે. સલમાન ખાન અને ટાઈગર શ્રોફ ગેમના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ ટુર્નામેન્ટ માત્ર રમતની ઉત્તેજનાને જ નહીં, પરંતુ ખો-ખોને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અપાવશે. ખો-ખો ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલ છે, હવે તેને નવા સ્વરૂપમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેની પુરૂષ અને મહિલા બંને ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે છે. આ વર્લ્ડ કપ પછી ખો-ખોને ઓલિમ્પિકમાં જવાનો મોકો મળશે. આ ગેમનું ડિજિટલ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઈ-વર્ઝન પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. ખેલાડીઓ અને દર્શકો તેને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.