BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે. ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ વખતે આ WPL 2025 ચાર શહેરોમાં યોજાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇના સીસીઆઇ સ્ટેડિયમમાં રમાશે.
બીસીસીઆઈએ જાહેર કરેલ શિડ્યુલ મુજબ, 14 ફેબ્રુઆરીથી લઇને 19 ફેબ્રુઆરી સુધી વડોદરામાં કુલ છ મેચો રમાશે. જે પછી 20 ફેબ્રુઆરીએ કોઇ મેચ નહીં રમાય, ત્યારબાદ 21 ફેબ્રુઆરીથી લઇને 1 માર્ચ સુધી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ આઠ મેચો રમાશે. જે પછી 3 માર્ચથી લઇને 8 માર્ચ સુધી લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર મેચો રમાશે. આ ઉપરાંત મુંબઇના સીસીઆઇ સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની બે મહત્ત્વની મેચો એલિમિનેટર અને ફાઇનલ રમાશે, જેમાં એલિમિનેટર મેચ 13 માર્ચે અને 15 માર્ચે ફાઇનલ રમાશે.