ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિન્કુ સિંહે યુપીના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બંનેની સગાઈની પોસ્ટ વાયરલ થઈ રહી છે. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. ડાબા હાથનો આ બેટ્સમેન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે અને હવે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાનો છે.
રિંકુ સિંહની મંગેતરની વાત કરીએ તો તે માત્ર 25 વર્ષની ઉંમરમાં સાંસદ બની ગયા હતા. તેમણે મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહ્યાં છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. હાલ બંનેની સગાઈ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ સમાચારમાં કેટલું તથ્ય છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર આ બંનેની સગાઈની વાત વહેતી થઈ છે.