અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા સતત ત્રીજા વર્ષે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી 18મીથી શહેરની 573 સ્કૂલોમાં ધો.10ની પ્રિ-બોર્ડ પરીક્ષા સેન્ટ્રલાઈઝડ પદ્ધતિ-બોર્ડની સિસ્ટમથી શરુ થઈ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ ધો.10ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું ખાસ આયોજન કરવામા આવ્યુ છે.બોર્ડની પરીક્ષામાં જે પદ્ધતિ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ હોય છે તે મુજબ સ્કૂલોમાં અને એક કેન્દ્રિય ધોરણે સ્ટ્રોંગ રૂમ પણ બનાવાયો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલોને બોર્ડની પરીક્ષાની સમજ પણ મળી જાય તે માટે પણ આ એક્સરસાઇઝ કરાઈ છે. સ્કૂલો પોતાની જવાબદારી સમજે તે પણ અમારો મુદ્દો હતો. આ માટે જિલ્લા કક્ષાએ 8 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે, જ્યારે દરેક સ્કૂલોને પણ સ્ટ્રોંગરૂમ ગાઇડલાઇન પ્રમાણે તૈયાર કરવાની સુચના અપાઇ છે.
બોર્ડના પેપર પણ બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ જ સેટ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા મુજબ જ પેપર લેવાશે. જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા જેવો જ અનુભવ થશે.