ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી થયેલા હુમલા બાદ પોલીસ આરોપીને ઝડપી પાડવા ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે પોલીસને તેમાં સફળતા હાથ લાગી છે.બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે.
પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે, ‘તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજોય દાસ કે પછી BJ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર છે.
https://www.vibesofpositivity.in/2025/01/16/this-person-attacked-bollywood-actor-saif-ali-khan/
મહત્વનું છે કે, સૈફ અલી ખાન પર ગુરુવારે પરેઢિયે બાંદ્રા સ્થિત ઘરમાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસવા માટે ફાયર ઍક્ઝિટની સીડીનો ઉપયોગ કર્યો હતો.