ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે સોમવારે ભારતીય સમય મુજબ રાત્રે 10:31 વાગ્યે ટ્રમ્પને 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વની જાહેરાતો કરી હતી. ટ્રમ્પે કહ્યું, ‘અમે અમારી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીએ છીએ.’ ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકાની દક્ષિણ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સૈન્ય મોકલવાની પણ જાહેરાત કરી.
તેમણે કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા છોડી દેવામાં આવશે.આ ઉપરાંત ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. સાથે જ ચીન પાસેથી પનામા કેનાલ પરત લેવાની પણ જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકામાં ડ્રગ તસ્કરોને આતંકવાદી જાહેર કરવામાં આવશેઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ફર્સ્ટ નીતિ પર કામ કરશે. અમેરિકા ટૂંક સમયમાં પહેલા કરતાં વધુ મહાન, મજબૂત અને વધુ અસાધારણ બનશે. હું આત્મવિશ્વાસ સાથે રાષ્ટ્રપતિ પદ પર પાછો ફરું છું અને આશા રાખું છું કે આપણે રાષ્ટ્રીય સફળતાના એક નવા રોમાંચક યુગની શરૂઆત કરી રહ્યા છીએ. દેશમાં પરિવર્તનની લહેર છે.