ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટ્વેન્ટી-20 શ્રેણીની પ્રથમ મેચ આજે બુધવારે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાશે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગે શરૂ થશે. ટોસ સાંજે 6-30 વાગે કરવામાં આવશે. સ્ટાર સ્પોર્ટસ પરથી મેચનુ જીવંત પ્રસારણ કરવામાં આવશે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભારતની કારમી હાર થઇ હતી. ભારતીય ટીમ આ હારને ભુલીને નવેસરથી શ્રેણીની શરૂઆત કરશે. ટ્વેન્ટી શ્રેણીમાં ભારતીય ટીમનુ નેતૃત્વ સુર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. આ મેચ સાથે ઝડપી બોલર મોહમ્મદ સામી પણ 14 મહિના બાદ વાપસી કરશે.