અમેરિકામાં જે બાળક જન્મે તેને જન્મજાત અમેરિકી નાગરિકતા મળી જતી હતી જેને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકારી આદેશ બહાર પાડીને ખતમ કરવાની જાહેરાત કરી પરંતુ ગણતરીના કલાકોમાં ટ્રમ્પનું આ સપનું ચકનાચૂર થઈ ગયું છે. અમેરિકી કોર્ટે ટ્રમ્પના બર્થરાઈટ સિટિઝનશીપ ખતમ કરવાના ઓર્ડર પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પે બર્થરાઈટ સિટિઝનશીપને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો જેને કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો છે. કારણકે આ આદેશ અમેરિકાના બંધારણના 14માં સંસોધનનો ભંગ કરે છે. મહત્વનું છે કે, બર્થરાઈટ સિટિઝનશીપવાળા મામલે ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ ડેમોક્રેટ્સના નેતૃત્વવાળા ચાર રાજ્યોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ કેસની સુનાવણી બાદ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જ્હોન કોફનરે ટ્રમ્પના આ આદેશ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે.