વર્ષો અગાઉ અમદાવાદ શહેરનાં રોડ ઉપર ડિઝલથી ચાલતી ડબલ ડેકર બસ દોડતી હતી, જેને બંધ કરી દેવાયાં બાદ એક વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સાત રૂટ ઉપર ઇલેકટ્રીક ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી હતી. જોકે હવે આ ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસને ખોટનાં કારણે ત્રણ રૂટ ઉપર બંધ કરી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે. જેનું કારણ મુસાફરોનો અભાવ હોવાનું સામે આવ્યું છે.
દર વર્ષે કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરી રહેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે એક વર્ષ પહેલા ડબલ-ડેકર બસો શરૂ કરી હતી, ત્યારે અધિકારીઓએ મુસાફરોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે એસી ડબલ-ડેકર બસો શરૂ કરવાનો દાવો કર્યો હતો.પરંતુ અણઘડ આયોજન સાથે શરૂ કરેલી ડબલ-ડેકર બસોના વિવિધ રૂટ ઇસનપુરથી રાણીપ, ઘુમા ગામથી લાલ દરવાજા અને ત્રણ રૂટ – લાલ દરવાજાથી વસ્ત્રાલ સુધીના રૂટ બંધ કરી દેવાયા છે.