– ૧૯૯૯માં સંજય દત્તની વાસ્તવ ફિલ્મ રૂપેરી પડદે હિટ ગઇ હતી. જેમાં અભિનેતાએ રઘુની ભૂમિકા ભજવી હતી. સંજોગોવશાત એક સામાન્ય યુવક ગેન્ગસ્ટર બની જતો હોય છે. તેના પર આધારિત હતી. હવે ૨૬ વરસ પછી મહેશ માંઝરેકર વાસ્તવ ટુની તૈયારી કરી રહ્યા છે. હાલ ફિલ્મના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. જેનું નિર્માણ સુભાષ કાળે કરવાના છે. ભારતીય સિનેમાની કલ્ટ ક્લાસિક ‘વાસ્તવ: ધ રિયાલિટી’ હજુ પણ ઓડિયન્સમાં મનમાં તાજી છે.
ફિલ્મમાં સંજય દત્ત રઘુનો રોલ અદા કર્યો હતો, જેના સંજોગોએ તેને એક સામાન્ય માણસમાંથી ગેંગસ્ટર બનાવી દીધો. આ ભારતીય સિનેમાની બેસ્ટ ગેંગસ્ટર ફિલ્મ છે, જેણે લોકો પર ઊંડી અસર છોડી છે. 26 વર્ષ પછી આ સ્ટાર્સ તેની સિક્વલ પર કામ કરવા માટે સાથે આવ્યા છે. ફિલ્મમાં ફરી એકવાર સંજય દત્ત નજરે પડશે. જો બધું પ્લાન પ્રમાણે ચાલશે તો ‘વાસ્તવ 2’ ભારતીય સિનેમાની સૌથી જબરદસ્ત ગેંગસ્ટર ફિલ્મોમાંની એક તરીકે ઉભરી આવશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, મેકર્સ સંજય દત્તની સામે એક ટોચના યુવા સ્ટારને કાસ્ટ કરવા માંગે છે. સિક્વલમાં જૂના સાથેનો આ નવું ટચ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દેશે.
