બ્રિટીશ રોક બેન્ડ ‘કોલ્ડ પ્લે’ની અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાયેલું રહ્યા બાદ બીજા દિવસે પણ સ્ટેડિયમ હાઉસફૂલ રહ્યું હતુ. આ કોન્સર્ટમાં ગુજરાત ઉપરાંત ગોવા, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લુરુ સહિત દેશના અલગ-અલગ રાજ્યો તેમજ વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં મ્યુઝીક લવર્સ પહોંચ્યા હતા. કોન્સર્ટના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બૉલર જસપ્રિત બુમરાહ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ તકે આખા સ્ટેડિયમમાં બુમરાહ..બુમરાહની બૂમો પડી હતી. આ દરમિયાન કોલ્ડપ્લેના કોન્સર્ટમાં હાજર બુમરાહ માટે ક્રિસ માર્ટિને ખાસ પંક્તિ ગાઈ હતી.
https://x.com/coldplayaccess/status/1883552830692438383
ક્રિસ માર્ટિને કહ્યું કે, ‘હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર! બેસ્ટ બોલર ઈન ક્રિકેટ વર્લ્ડ’. બેન્ડે મજાકમાં કહ્યું કે, ‘તમે જ્યારે એક બાદ એક ઈંગ્લેન્ડની વિકેટ લો છો ત્યારે ગમતું નથી.’ ક્રિસ માર્ટીને રમુજના અંદાજમાં આ પંક્તિ સંભળાવી તે સાથે જ જસપ્રીત બુમરાહના ચહેરા પર પણ હાસ્ય જોવા મળ્યું હતુ. આ સાથે સ્ટેડિયમમાં પણ ચિચિયારો પડવા લાગી હતી