ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને ICCએ મોટું સન્માન આપ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જસપ્રીત બુમરાહને વર્ષ 2024નો મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર સિલેક્ટ કર્યો છે. જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં 14.92 ની શાનદાર એવરેજથી 71 વિકેટ લીધી હતી. તે 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 32 વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડના જો રુટ, હેરી બ્રૂક અને શ્રીલંકાના કામિંડુ મેન્ડિસને પછાડી આ ખિતાબ જીત્યો છે.
આપને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે.જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર માત્ર છઠ્ઠો ભારતીય છે. અગાઉ રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ, રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી આ એવોર્ડ જીતી ચૂક્યા છે.
બુમરાહે એવોર્ડ જીત્યા બાદ જણાવ્યું હતું કે, ‘આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતવા બદલ હું ખૂબ ખુશ છું. ટેસ્ટ ફોર્મેટ હંમેશાથી મારા ર્હદયની નજીક રહ્યું છે. હું હંમેશા આ ફોર્મેટમાં રમવા માગુ છું. ગત વર્ષ મારા માટે ખાસ રહ્યું છે.