જાણીતા અભિનેતા અને લેખક નીતિન દેસાઈ દ્વારા પ્યોર ગુજ્જુ સ્યોર ગુજ્જુ કાર્યક્રમનો અમદાવાદથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાસ્ય, સાહિત્ય અને અભિનયનો સંગમ આ શોમાં નીતિન દેસાઈની સાથે તેમના પત્ની વર્ષા દેસાઈએ પણ લોકોને ભરપૂર રમૂજ કરાવ્યું. ELITE ENTERTAINMENT દ્વારા આયોજિત પ્યોર ગુજ્જુ સ્યોર ગુજ્જુ શો અમદાવાદમાં નારણપુરા ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.
આ શોમાં ખાસ મહેમાન તરીકે તારક મહેતા ફેમ સુંદર મયુર વાકાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જ્યોતિશાસ્ત્રી પ્રફુલ પંડ્યા, પીઢ કલાકાર મહેશ વૈદ્ય જેવી જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. આ ઉપરાંત પ્યોર ગુજ્જુ શ્યોર ગુજ્જુ શોમાં અનમોલ મોતી ફાઉન્ડેશનના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નીતિન દેસાઈના હાસ્યનો રમઝટ માણ્યો હતો.