પ્રયાગરાજમાં હાલ મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધી કરોડો લોકોએ અહીં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે મહાકુંભના મેળામાં ગત રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહાકુંભના મેળામાં મૌની અમાસના અમૃત સ્નાન પહેલા ભાગદોડ થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
https://x.com/brijshyam07/status/1884417315493618173
મળતી માહિતી મુજબ, મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે કરોડો ભક્તો મહાકુંભમાં પહોંચ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે, સંગમ ઘાટ પર સ્નાન કરવા માટે નાસભાગ મચી ગઈ હતી. મહાકુંભ મેળા વિસ્તારમાં વધુ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગઈ હતી અને તેમના પડી જવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાસભાગમાં અત્યાર સુધી 14 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આયા છે. સ્થિતિ વણસી જતાં તરત જ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને 25 થી 30 લોકોને મહાકુંભમાં બનેલી સેન્ટ્રલ હોસ્પિટલ સહિત પ્રયાગરાજની અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.