પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતની સૌથી યુવા ખેલાડી 14 વર્ષની ધિનિધિ દેશિંગુએ બુધવારે નેશનલ ગેમ્સની સ્વિમિંગ ઈવેન્ટમાં જબરદસ્ત દેખાવ કર્યો હતો. 14 વર્ષીય ધિનિધિએ સ્વીમિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં બે મિનિટ અને 3.24 સેકન્ડના રમતના રેકોર્ડ સમયની સાથે ગોલ્ડ જીત્યા હતા. કર્ણાટકની આ સ્વિમરે આ સિવાય મહિલાઓની 100 મીટર બટરફ્લાય અને 4×100 મીટર ફ્રી સ્ટાઇલમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.