By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Special Article : જીવનમાં આપણે સૌ શું શોધીએ છે? પૈસા, પ્રસિદ્ધિ કે પછી પ્રતિષ્ઠા?
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > પોઝિટિવ સ્પેશિયલ > Special Article : જીવનમાં આપણે સૌ શું શોધીએ છે? પૈસા, પ્રસિદ્ધિ કે પછી પ્રતિષ્ઠા?
પોઝિટિવ સ્પેશિયલલાઈફ સ્ટાઈલ

Special Article : જીવનમાં આપણે સૌ શું શોધીએ છે? પૈસા, પ્રસિદ્ધિ કે પછી પ્રતિષ્ઠા?

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 31, 2025 10:07 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 5 Min Read
Share
SHARE

દરેક વ્યક્તિ સવારથી રાત સુધી કોઇ ને કોઇ રીતે મહેનત કરતી હોય છે. પોતપોતાની રીતે પોતાના કાર્યને ન્યાય આપવાની પણ કોશિશ કરતાં હોય છે. કોઇ જો નોકરી કરતા હોય તો મર્યાદિત સમયમાં મહેનત કરીને સંતોષ પામવાની કોશિશ કરે છે જ્યારે બિઝનેસ કરનાર વ્યક્તિ પોતાના ગ્રાહકોને સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે. છેવટે સૌ કોઇ જીવનમાં વ્યસ્ત રહી કંઇક પામવાનો પ્રયત્ન કરે છે જીવનભર.ખરેખર આપણે શું આપણું જીવન ફક્ત વ્યસ્ત રહી જીવીએ તે માટે જ વ્યતીત કરીએ છે?કદાચ ના,તો આપણે શેના માટે આ બધું કરીએ છે?

આપણે આ સઘળા પ્રયત્નો અને માથાકૂટો કરીએ છે “સુખ” અને “આત્મસંતોષ” મેળવવા.સુખ શબ્દ બોલતાં અને સાંભળતાં જ કંઇક સારું ફીલ થાય છે નહીં?દરેક શબ્દ તેનો પોતાનો ભાવ લઇને જન્મતો હોય છે.તો, આપણે જો સુખની વાત કરીએ તો તે શેમાંથી મળે છે?

પૈસા,પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ કદાચ થોડા સમય માટે ખુશી આપી શકે છે.વૈભવી જીવનશૈલી પણ કદાચ થોડા સમય માટે ખુશ રાખી શકે છે! પણ છેવટે સંપૂર્ણ સાચું સુખ નથી જ આપી શકતાં.દિવસના અંતે એક ગરીબ મજૂર જો પોતાના ભાણામાંથી એક ટુકડો રોટલી કૂતરાને ખવડાવીને જે લાગણી અનુભવશે તે કદાચ એક મોટાં બંગલામાં વસેલો ધનિક યુવાન પચાસ પકવાન પરાણે આરોગીને નહીં અનુભવી શકતો હોય.આ લાગણી જ સુખ છે!આમ તો સુખ શબ્દ ખૂ..બ બહોળો અર્થ ધરાવે છે.કોઇ માટે પોતાના કુટુંબ માટે ન્યોછાવર થવું એ સુખ છે તો કોઇ માટે સામાજિક કાર્યોમાં પોતાનું જીવન વ્યતીત કરવું એ સુખ છે.એક માતા માટે બાળકનું પોતાના હાથે જમાડીને બાળકના ચહેરા પરના સંતોષના ભાવને જોવું સુખ છે તો કોઇ પિતા માટે પોતાના યુવાન થયેલા પુત્રને પોતાનો શર્ટ પહેરાવવો એ પણ સુખ હોય!

કોઇ મિત્ર માટે પોતાના દસ હજાર પગારમાંથી બીમાર મિત્રબે પાંચ હજાર આપવા એ સુખ હોય તો કોઇ દીકરી માટે પોતાની માતાને સૌપ્રથમવાર જાતે બનાવેલ શીરો ખવડાવવો એ પણ સુખ હોઇ શકે.

સુખ મેળવવું અને સુખી રહેવું એ દરેકનો જન્મસિધ્ધ હક છે. એ સુખ કઇ રીતે મેળવવું એ ખુદ વ્યક્તિ પોતે જાતે જ જાણતો હોય છે અને શોધી લેતો હોય છે.કોઇ કલાકાર પોતાની ઉત્કૃષ્ટ કલા બનાવી સુખ અનુભવે છે જ્યારે એક બિઝનેસપર્સન પોતાના બિઝનેસનો વ્યાપ દેશવિદેશમાં વધારી સુખ અનુભવે !આ સુખ મેળવવા માટે ક્યાંય કદાચ પૈસા કે સંપત્તિની જરૂર પડતી નથી.હા,ધન અને વૈભવ ઉત્તમ સગવડો આપી શકે પણ એ સગવડો સુખ આપશે જ એ કોઇ ગેરંટી નથી આપી શકતું.સુખ જો તમને અનુભવાતું હશે તો કદાચ સામાન્ય નાનું અમથું કાર્ય પણ તમે દિલથી કરશો અને જો સુખ ના હોય તો તમારી સામે વિશ્વની સૌથી સુંદર અને કીમતી વસ્તુ હશે,તમને કોઇ ફેર નહીં પડે.

પણ પ્રશ્ન થાય કે આ સુખ મેળવવું કઇ રીતે?સનાતન સત્યની જેમ સનાતન હસહંમેશ રહેતું સુખ હોય ખરું?સુખ જો છે તો પછી જ્યારે પીડા કે દર્દ આવે જીવનમાં તો એ સુખ જાય છે ક્યાં? અદ્રશ્ય થાય છે કે અલોપ થઇ જાય છે?હંમેશા આપણું થઇને રહેતું કેમ નથી?આ સુખ આપણું થઇને જ આપણી પાસે રહે તે માટે શું કોઇ રસ્તો નથી?

જવાબ છે હા, છે ને રસ્તો અને તે ય ખૂબ સરળ રસ્તો! તો એ રસ્તો છે “પોતાના વ્યક્તિત્વને પ્રેમ કરવો.પોતાને જ માન આપવું ને પોતાની જાતને ખૂબ ચાહવું.”

જો તમે પોતે,તમે ખુદ તમને નહીં ગમાડતાં હો તો એ આશા પણ ન રાખો કે કોઇને તમે ગમશો.સુખ એ તમને આપોઆપ મળશે જ્યારે તમે અરીસામાં તમારો ચહેરો જોઇ સ્મિત કરશો.જ્યારે તમે ખુદને ગમે તેવું કાર્ય કરશો કે પોતાને સંતોષ આપે તેવી વસ્તુઓ કે વ્યક્તિઓની દાથે રહેશો.જો તમને કાર ચલાવવી નહીં ગમતી હોય તો સુંદર ફૂલોથી ભરેલો રસ્તો પણ સુખ નહીં આપે અને જો તમને સાઇકલ પણ ચલાવવી ખૂબ ગમતી હશે તો કાદવકીચડભર્યો ઉબડખાબડ રસ્તો પણ આનંદ આપશે.આ સુખ બહુ સરળ શબ્દ છે,સુખ બહુ સરળ રીતે પ્રાપ્ત પણ થાય છે.પોતાને પોતાની જાતને પેમ્પર કરતાં જો શીખી જઇએ તો સમજો આપણું સુખ આપણા હાથમાં જ છે.અને આપણે ખૂબ સારી રીતે જાણીએ છે કે આપણને શું ગમે છે ને શું નથી ગમતું.આપણે સ્વને સૌથી પહેલાં સન્માન આપવું જોઇએ અને સ્વને સંતોષ મળે તેવા કાર્યો કરવા જોઇએ.એક કુટુંબના મોભી તરિકે જો સભ્યોના સુખે સુખ મળે તોતે પણ સ્વને મળતું સુખ જ ગણાય.સંતોષી નર સદા સુખી એ કહેવત અનુસાર સંતોષ મળે તેવા કાર્યો કરતાં અચૂક સુખની અનુભૂતિ થશે.આ સુખ છે ને ખૂબ અમૂલ્ય અને અતુલ્ય છે,તો મળ્યા પછી તેને સાચવી રાખવું એ આપણી પોતાની નૈતિક ફરજ બને છે.મને શેમાં સુખ મળશે એ હું શોધીશ અને મારા સુખને હું સાચવીશ – આ વિચાર કરવાથી પણ આપણે સુખ પામવાની દિશામાં એક ડગલું ભરીએ છે.અને હા,”હું મબે ખૂબ ગમું છું હું સારો છું.” – આ વાક્ય રોજ બોલવાથી આત્મસંતોષ અને સુખ મળશે જ !

અહેવાલ : નૃતિ શાહ (અમદાવાદ)

You Might Also Like

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

આનંદો! પંજાબ નેશનલ બેંકે લેન્ડિંગ રેટ ઘટાડ્યા

ભારતની દરિયાઈ તાકાતમાં થશે વધારો, 9 ઘાતક જહાજો કરાશે સામેલ

Positive News : લોન લેનારા લોકો માટે મોટા સમાચાર, RBIએ રેપો રેટમાં કર્યો ફરી ઘટાડો

TAGGED: #article, #behappy, #happy, Lifestyle
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?